સોશિયલ મીડિયામાં સિંગિંગ સેન્સેશન બની ગયેલાં રાનૂ મંડલની સફળતાની કહાનીથી તો સૌ કોઈ વાકેફ છે રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવનાર રાનૂ મંડલ માત્ર તેમના એક વાઈરલ વીડિયોને કારણે આજે સંગીતની દુનિયામાં પ્રોફેશનલ સિંગર તરીકે શરૂઆત પણ કરી શક્યાં છે
હવે તેમના બાદ આ વૃદ્ધનો વીડિયો પણ વાઈરલ થયો છે જેમનું શાસ્ત્રીય સંગીત સાંભળીને અનેક યૂઝર્સે એક જ સૂરમાં કહ્યું હતું કે, આ દાદા પણ રાનૂ મંડલ જેવી જ સફળતાના હકદાર છે એવું પણ નહોતું કે તેમનો અવાજ સાંભળીને સામાન્ય લોકો જ પ્રભાવિત થયા હતા આ દાદાએ છેડેલા શાસ્ત્રીય સંગીતના રાગને સાંભળીને બોલિવૂડના જાણીતા મ્યૂઝિક કંપોઝર શંકર મહાદેવન પણ એવા ઈમ્પ્રેસ થયા હતા કે તેમણે પણ આ વીડિયોને શેર કરીને તેમની શોધખોળ આદરી છે ફેસબૂક પેજ પર તેમણે કેપ્શન પણ લખ્યું હતું કે, ‘આ ટેલેન્ટ પર તમે ધ્યાન આપો!! ભગવાન! કેટલી સુંદરતાથી તેઓ શાસ્ત્રીય સંગીત ગાઈ રહ્યા છે કોણ છે તેઓ? ’ આટલું લખ્યા બાદ તેમણે #UndiscoveredWithShankar હેશટેગ પણ જોડ્યો હતો જેથી આ વીડિયો જોઈને કોઈ યૂઝર્સ દ્વારા તેમની ભાળ મળી જાય દાદાની આવી અસાધારણ સંગીત સાધનાને વીડિયોના માધ્યમથી માણ્યા બાદ અંદાજે સાડા ચાર હજાર યૂઝર્સે તેને શેર કરીને વાઈરલ કર્યો હતો જેમાં તેમનો ઉદ્દેશ એક જ હતો કે તેમને પણ રાનૂ મંડલની જેવી જ સફળતા માટેનો એક મોકો મળે