ઓવૈસીના વર્તન પર અમિત શાહે કહ્યું,ભાજપની જેમ વિપક્ષી સાંસદોને પણ સાંભળવાની આદત રાખો

DivyaBhaskar 2019-07-15

Views 6.5K

લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી(સંશોધન) બિલ 2019 પસાર થયું તેના પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને અસદ્દુદીન ઓવૈસી વચ્ચે દલીલ થઇ ઓવૈસીએ શાહને કહ્યું કે આંગળી ન દેખાડો હું ડરીશ નહીં તેના પર શાહે કહ્યું કે તેઓ કોઇને ડરાવતા નથી પરંતુ તે એમની મદદ પણ ન કરી શકે જેમની અંદર ડર છે

હકીકતમાં એનઆઇએ બિલ પર ચર્ચા દરમિયાન બાગપતથી ભાજપના સાંસદ અને પૂર્વ પોલીસ કમિશ્નર સત્યપાલ સિંહ તેમની વાત જણાવી રહ્યા હતા તેઓ જણાવી રહ્યા હતા કે હૈદરાબાદના પોલીસ કમિશ્નર પર રાજકીય પાર્ટીના એક નેતા તપાસ બદલવા માટે દબાણ કરી રહ્યા હતા કમિશ્નરને કહેવામાં આવ્યુંકે જો તેઓ આવુ નહીં કરે તો તેમની બદલ કરી દેવામાં આવશે તેમણે કહ્યું કે તેઓ આ સમયે મુંબઇના કમિશ્નર હતા તેથી આ મામલાની જાણકારી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS