જાપાનમાં 60 વર્ષના સૌથી શક્તિશાળી વાવાઝોડા હગિબીસની અસરના લીધે રાજધાની ટોક્યોમાં આકાશ ગુલાબી થઇ ગયું હતું આ વાવાઝોડું શનિવારે કિનારે ત્રાટકે તેવી આશંકા છે આ પહેલા કિનારાના વિસ્તારમાં તબાહી દેખાઇ રહી છે 180 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઇ રહ્યો છે ઘણા ઘરોને નુકશાન થયું છે પ્રશાસને લગભગ 42 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે
ભારે પવનના કારણે થયેલા તાંડવના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે પવન એટલી ગતિમાં છે કે રસ્તાઓ પર ગાડીઓ પલટી ગઇ છે અને એક વ્યક્તિની મોતના પણ સમાચાર છે વાવાઝોડના લીધે જાપાનના ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની પણ આશંકા છે કિનારાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે ટોક્યો સિવાય શિજોકા, ગુન્મા અને ચિબાથી 50 હજાર લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે બીજી તરફ જાપાનના દસ પ્રાંતોમાં લગભગ 42 લાખ લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે