વર્ષ 2020ની ઉજવણીની શરૂઆત થઇ ચૂકી છે મધ્ય પ્રશાંત મહાસાગરમારં સ્થિત કિરીબાતી ટાપુ પર સૌથી પહેલા લોકોએ નવા વર્ષની ઉજવણી શરૂ કરી હતી ન્યૂઝીલેન્ડમાં પણ મધ્યરાત્રિના બાર વાગ્યાના ટકોરા પડી જતા ત્યાં ઉજવણીની શરૂઆત થઇ ચૂકી છે ઓસ્ટ્રેલિયામાં પણ સિડની શહેરમાં 9 વાગ્યે આતિશબાજી શરૂ થઇ હતી અહીં વાઇલ્ડફાયરને લીધે આ શો કેન્સલ કરવાની વાત હતી પરંતુ લોકો તેમ છતા ઉજવણીમાં મગ્ન છે
જે તે દેશમાં સ્થાનિક સમય પ્રમાણે આ નવા વર્ષની ઉજવણી સિડનીથી થઇને ઉત્તર કોરિયા, થાઇલેન્ડ, ભારત, યુએઇ, રશિયા , યુકે, બ્રાઝીલ અને અમેરિકા સુધી પહોંચશે સૌથી છેલ્લે હવાઇમાં નવા વર્ષની ઉજવણી થશે