રાજ્યમાં વરસાદે વિરામ લેતાં જ રોગચાળો વકર્યો છે વરસાદી પાણી, ગંદકી તેમજ ખુલ્લા પાણીના ખાબોચીયામાંથી ઉદભવતા મચ્છરોના કારણે રોગચાળો વકર્યો છે અને ડેન્ગ્યૂના કેસમાં પણ વધારો થયો છે દર વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યૂનાં કેસમાં નોંધપાત્ર સંખ્યામાં નોંધાયા છે અનેક શહેરોમાં દવાખાનાઓ ડેન્ગ્યૂના દર્દીઓથી ભરાઈ રહ્યાં છે ત્યારે આવો જાણી લઈએ આના વિશેની સચોટ માહિતી ડૉ સ્વપ્નિલ શાહ - MD, ફિઝિશિયને અમારી સાથે ખાસ વાતચીત કરીને ડેન્ગ્યૂના લક્ષણો, ઉપાય અને તેના વિશે ચાલી રહેલી અનેક માન્યતાઓ પર પ્રકાશ પાડ્યો હતો