અમેરિકાના પહેલાં હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે પૂર્વ રક્ષા મંત્રી હિલેરી ક્લિન્ટનને પડકાર આપ્યો છે કે, તેઓ તેમના ઉમેદવારોની પાછળ ન છુપાય, પરંતુ સામે આવીને મુકાબલો કરે ગબાર્ડે શુક્રવારે ટ્વિટમાં હિલેરી પર નિશાન સાધતા કહ્યું છે કે, તે ભ્રષ્ટાચારની મૂર્તિ છે તેમણે કહ્યું કે, હિલેરી એક એવી બીમારી છે જેના કારણે ડેમોક્રેટિક પાર્ટી છેલ્લા કેટલાય સમયથી પરેશાન છે હિલેરીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન ઈશારામાં કહ્યું કે, ગબાર્ડને રશિયા તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તૈયાર કરવામાં આવી રહી છે હિલેરી અને તુલસી બંને ડેમોક્રેટ પાર્ટી તરફથી છે