રાજકોટ:પ્રકાશના પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટમાં રોજ સાંજ પડેને લોકો ખરીદી કરવામાં વ્યસ્ત બની જાય છે શહેરના ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ, સદર બજારમાં રોજ લોકોની ભીડ જામે છે અને મન મુકીને ખરીદી કરે છે ત્યારે આ વર્ષે ફટાકડાની વાત કરીએ તો ડ્રોન ફટાકડાનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે ગ્રીન ફટાકડાના ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો છે ત્યારે બજારમાં ઠેર-ઠેર ફટાકડાની દુકાનો જોવા મળી રહી છે