રાજકોટ: રાજકોટ પોલીસ દ્વારા હેડ ક્વાર્ટર ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ વર્ષે અકસ્માતમાં 140 લોકોના મૃત્યુ નીપજ્યા છે જેમાં મોટાભાગનાએ હેલ્મેટ ન પહેર્યું હોય અને મૃત્યુ પામ્યા હતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સહિત મોટી પોલીસ કર્મચારીઓ હાજર રહી શ્રદ્ધાંજલિ આપી હતી પોલીસે વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી અને હેલ્મેટ પહેરવા અનુરોધ કર્યો હતો