બ્રિટિશ પોલીસના દાવા પ્રમાણે એક ટ્રકના કન્ટેનરમાંથી 39 લોકોના મૃતદેહ મળી આવ્યા છે પશ્વિમી લંડનની એક ઔદ્યોગિક વસાહત પાસે આ ટ્રક કન્ટેનર મળ્યું હતું પોલીસના કહેવા પ્રમાણે આ ટ્રક શનિવારે બલ્ગેરીયાથી વેલ્સના હોલીહેડથી બ્રિટન આવ્યો હોય તેવી સંભાવના છે વડાપ્રધાન બોરીસ જોન્સને આ ઘટના અંગે ટ્વિટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી તેમજ કહ્યું હતું કે તેઓ આ દુર્ઘટના અંગે લગાતાર અપડેટ લઇ રહ્યા છે બ્રિટિશ પોલીસે આ ઘટના અંગે હત્યાની તપાસ શરુ કરી છે
ઉત્તરી આયરલેન્ડના રહેવાસી 25 વર્ષીય ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસના ચીફ સુપ્રીટેન્ડન્ટ એન્ડ્ર્યૂ મેરીનરે કહ્યું કે આ મોટી દુર્ઘટના છે જેમાં આટલી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હોય ઘટના અંગે અમારી તપાસ ચાલુ છે અત્યારે અમે લોકોની ઓળખ કરી રહ્યા છીએ અને મારી ધારણા પ્રમાણે તે એક ખૂબ લાંબી પ્રક્રિયા થવાની છે
આ કન્ટેનર ટેમ્સ નદીના કિનારે સ્થિત વોટરગ્લેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં મળ્યું હતું આ સ્થાન સેન્ટ્રલ લંડનથી 32 કિલોમીટરના અંતરે છે પોલીસના કહેવા પ્રમાણે 38 વયસ્ક અને એક નાની ઉંમરની વ્યક્તિને સ્થળ પર તબીબોએ મૃત જાહેર કર્યા હતા પોલીસે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારને કોર્ડન કરી લીધો છે