રાજકોટ:શહેરના કોઠારીયા સોલવન્ટ નજીક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વન વિભાગે દરોડા પાડતા એક મૃત ઘુવડ મળી આવ્યું હતું જે ઝુપડા સાથે દોરી સાથે લટકી રહ્યું હતું પ્રાથમિક તપાસ મુજબ આ વિસ્તારમાં મજૂરી કામ કરતા લોકો દ્વારા આ ઘુવડનો શિકાર તાંત્રિક વિધિ માટે કર્યાનું ખુલ્યું છે આથી વન વિભાગે મૃત ઘુવડનો કબ્જો મેળવી કોણે શિકાર કર્યો અને શા માટે કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે