કેલિફોર્નિયા પ્રાંતના ગવર્નર ગેવિન ન્યુસમે શુક્રવારે લોસ એન્જેલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેલી ભીષણ આગની અસર અને જોખમને ધ્યાનમાં રાખી રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી છે કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આ આગ 5,000 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાઈ ગઈ છે બીજીબાજુ સોમવારે લોસ એન્જેલસથી 65 કિમી દૂર સેન્ટા ક્લેરિટામાં પણ આગ લાગી હોવાના અહેવાલ છે ન્યૂસમે કહ્યું હતું કે હું લોસ એન્જલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેતી આગની ભીષણતાને જોતા ઈમર્જન્સીની જાહેરાત કરું છે સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં 500 જેટલા ઘર સળગી ગયા છે અને અનેક ઘર ક્ષતિગ્રસ્ત થયા છે