સુરતઃ 9 વર્ષની ઉંમરે ઘરેથી 7 વાર ભાગી જનાર બાળક માતા-પિતા માટે મૂંઝવણ સમાન બન્યો છે ઉમરા પોલીસને શનિવારે મળી આવેલા બાળકનું માતા-પિતા સાથે મિલન કરાવ્યા બાદ તેની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી
મળતી માહિતી પ્રમાણે, ભટાર વિસ્તારમાં બાબુગીરી ગૌસ્વામી (ઉવ9) માતા-પિતા સાથે રહે છે શુક્રવારની રાત્રે 8:30 વાગ્યાના સમયમાં ઘર બહાર રમતા રમતા બાબુગીરી ક્યાંય ચાલી ગયો હતો માતા-પિતાએ શોધખોળ કરતા પત્તો લાગ્યો નહતો જેથી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી દરમિયાન શનિવારના રોજ રાત્રે પોલીસને ગાર્ડનમાંથી એક બાળક મળી આવ્યો હતો જેથી તપાસ હાથ ધરતા તે બાબુગીરી હોવાનું સામે આવ્યું હતું બાબુગીરીએ પોલીસને જણાવ્યું હતું કે, ઉલ્ટા કામ કરતા હું તો કભી કભી પાપા મારતા હે ઇસ લિયે ઘર શે ચલા જતા હું બે દિવસ સુધી ભૂખ્યો-તરસ્યો ગાર્ડન ના બાકડા પર રહ્યો હતો