પાકિસ્તામાં ગુરુવારે કરાચી-રાલલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં બ્લાસ્ટ થયો છે આ ઘટના પંજાબ પ્રાંતના દક્ષિણમાં રહીમ યાર ખાનની પાસે થઈ હતી રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, ખાવાનું રાંધવા માટે વાપરવામાં આવતા ગેસ કનેકટરમાં બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટ બાદ ત્રણ કોચમાં આગ લાગી છે આ ઘટનામાં 65 લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે