રાજકોટ:7 નવેમ્બરના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ રમાનાર છે ત્યારે આજેબપોરે ઇન્ડિયા અને બાંગ્લાદેશની ટીમ એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી એરપોર્ટ પર ખેલાડીઓની ઝલક જોવા માટે ચાહકોની ભીડ જામી હતી બાંદમાં બંને ટીમ બસ મારફત હોટલ પહોંચી હતી હોંટલ ખાતે બંને ટીમના ખેલાડીઓને ફૂલના હાર અને કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું