101 વર્ષ સુધી નાયગ્રા વોટરફોલમાં ફસાયેલ બોટ તોફાનને કારણે વહી

DivyaBhaskar 2019-11-05

Views 224

ન્યૂ યોર્ક: નાયગ્રા ધોધની ચટ્ટાનોમાં 101 વર્ષથી ફસાયેલ મોટી હોડી જોરદાર હવા અને ભારે વરસાદને કારણે શનિવારે વહી ગઈ તે અમેરિકાથી કેનેડા તરફ પડી ગઈ આ બોટ 1918માં ધોધની આગળની ખાડી સુધી આવી ગઈ હતી અને ત્યારથી તે ત્યાં જ ફસાયેલ હતી

રિપોર્ટ મુજબ, બોટમાં બે લોકો સવાર થઈને સેન્ટ લોરેન્સ નદીથી જઈ રહ્યા હતા ત્યારે હવામાન અચાનક ખરાબ થયું અને ભારે ફ્લોને કારણે બોટ ધોધના કિનારે જઈને ફસાઈ ગઈ જોકે તેના પર સવાર બંને લોકોને બચાવી લેવામાં આવ્યા હતા લાકડા અને લોખંડથી બનેલ આ બોટ ચટ્ટાનમાં ફસાયા બાદ ખરાબ થઇ ગઈ હતી આ કારણે લોકો તેને પણ ચટ્ટાન સમજતા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS