વર્ષની સૌથી મોટી ઇવેન્ટ મેટ ગાલામાં ફેશન, મ્યૂઝિકથી લઈને હૉલિવૂડ અને બૉલિવૂડ સેલેબ્સે પિંક કાર્પેટ પર પોતાના જલવા બતાવ્યા, અહીં સેલેબ્સની અતરંગી ફેશન સ્ટાઇલ જોવા મળી ઇવેન્ટમાં જે સ્ટાર્સના ડ્રેસિસ સૌથી વધુ ચર્ચામાં રહ્યા તે કિમ કર્દાશિયન, કેટી પેરી,લેડી ગાગા અને પ્રિયંકા ચોપરાના રહ્યા, કિમે ન્યૂડ રંગનો બૉડી ટાઇટ ડ્રેસ પહેર્યો હતો વેસ્ટને પર્ફેક્ટ બનાવવા તેને પાછળથી એકદમ ટાઇટ ડિઝાઇન કરાયો હતો તે ડ્રેસ એટલો બૉડી ટાઇટ હતો કે તેને પહેર્યા બાદ કિમ બોલી અને ચાલી શકતી હતી પણ ઉઠી બેસી શકતી નહોતી એટલુ જ નહીં આ ડ્રેસને પહેર્યા બાદ તે 4 કલાક સુધી વૉશરૂમ પણ જઈ શકી નહોતી તેવું ખુદ કિમે કહ્યુ હતુ