ગોંડલ: તારીખ 5 ઓક્ટોબર 2019 મંગળવારના રોજ ગોંડલ અક્ષર મંદિરથી રાજકોટ સ્થિત કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર સુધી એક દંડવતયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી વર્ષ નિમિતે તેમજ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના નિરામય સ્વાસ્થ્યની મંગલકારી ભાવના સાથે આ એક વિશિષ્ટ દંડવત યાત્રાનો પ્રારંભ તારીખ 5 ઓક્ટોબરના રોજ ગોંડલ અક્ષર મંદિરથી બપોરે 4:00 કલાકે કરવામાં આવ્યો હતો અક્ષરદેરીથી આ દંડવત યાત્રાનો પ્રારંભ અક્ષર મંદિરના કોઠારી દિવ્ય પુરુષદાસ સ્વામીએ કરાવ્યો હતો જેમાં કુલ 12 સંતો અને 130 જેટલા દંડવત યાત્રીઓ જોડાયા હતાં આ દંડવત યાત્રીઓની સેવા માટે 25 જેટલા સ્વયંસેવકોએ ગોંડલથી રાજકોટ સુધી પોતાની સેવાઓ આપી હતી અત્રે નોંધનીય છે કે આ ભક્તિપૂર્ણ દંડવત યાત્રામાં 8 વર્ષના બાળકથી લઈ 55 વર્ષના હરિભક્ત ઉત્સાહભેર જોડાયા હતા તમામે 20500 દેડવત દ્વારા 375 કિમીન યાત્રા પૂર્ણ કરી હતી