મુંબઈ:સાંઈ બાબાના સમર્થકોએ મહારાષ્ટ્ર સરકારના એક નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે મુદ્દો સાંઈ બાબાના જન્મ સ્થળ વિશેનો છે અને સાંઈ સમર્થકો તેને આસ્થાનો સવાલ માનીને લડાઈ લડવા તૈયાર થઈ ગયા છે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અપીલ પછી પણ શિરડી ગ્રામ સભાએ રવિવારે બંધના એલાનની જાહેરાત કરી છે જોકે ગ્રામ સભા તરફથી મંદિર ખુલ્લું રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે સીએમ તરફથી સાંઈ જન્મભૂમિ પાથરી શહેર માટે વિકાસ નિધિની જાહેરાત પછી શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો નોંધનીય છે કે, મુખ્યમંત્રીના નિવેદનથી શિરડીના લોકો નારાજ છે