વડોદરાઃ વડોદરા શહેરના સમા વિસ્તારના સંજયનગર પાસે વિશ્વામિત્રી નદીના પટમા ખાડો ખોદીને દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો વડોદરા પીસીબીની ટીમે બાતમીને આધારે આ સ્થળે ખાડો ખોદીને 154 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને આ મામલે પીસીબીની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી
વડોદરા પીસીબી શાખાને બાતમી મળી હતી કે, સમા વિસ્તારના સંજયનગર સ્થિત માળી મહોલ્લામાં રહેતા ગજરાબહેન મહેશભાઇ માળીએ તેમના ઘર પાસે આવેલા સ્મશાન પાછળ વિશ્વામિત્રી નદીના પટમાં ખાડો ખોદી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે આ બાતમીને આધારે પીસીબીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ જગ્યાઓ પર ખાડો ખોદવાનુ શરૂ કર્યું હતું અંદાજે 4 ફુટ જેટલો ઊંડો ખાડો ખોદ્યા બાદ 154 લાખની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને પીસીબીએ ગજરાબહેન મહેશભાઇ માળીની ધરપકડ કરી હતી જ્યારે મહેશ માળીને વોન્ટેડ જાહેર કરીને તેની ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી