વડોદરાઃ શહેરની દુમાડ ચોકડીથી જીએસએફસી વચ્ચેના રેલવે બ્રિજ પાસેના રસ્તા પરથી દારુ ભરીને જઇ રહેલા આઇસર ટેમ્પાના ચાલક અને ક્લીનરને સ્ટેટ વિજીલન્સે ઝડપી પાડયા હતા ટેમ્પામાંથી કેરેટમાં છુપાવાયેલો 1199 લાખનો દારુ મળી આવ્યો હતો જો કે સેન્ટ્રો કાર લઇને દારુનો જથ્થો લેવા આવેલા 4 શખ્સ પોલીસને જોઇને ફરાર થઇ ગયા હતા પોલીસે આ શખ્સોની શોધખોળ આદરી હતી