ઉત્તરપ્રદેશના કાનપુરમાં અલગ દ્રશ્યો જોવા મળ્યાં હતા માછલી લઈને જઈ રહેલી ટ્રક પલટી જતાં લાખો માછલીઓ સડક પર ઢોળાઈ ગઈ હતીસડક પર ઉછળતી માછલીઓ જોતાં જ લોકો તૂટી પડ્યાં હતા લોકોએ ધોળા દિવસે માછલીઓની રીતસર લૂંટ ચલાવી હતી જેમાં પોલીસકર્મીઓ પણ જોડાયાં હતા અનેક પોલીસકર્મીઓ ડોલ અને કોથળામાં માછલીઓ ભરી જતાં કેમેરામાં ઝડપાઈ ગયા હતા રોડ પર માછલીઓ અને તેની લૂંટને કારણે ટ્રાફિક જામ થયો હતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે