ગઈકાલે કારતક પૂનમે મહારાષ્ટ્રના પુણેમાં આવેલા દગડૂશેઠ ગણપતિ હલવાઈ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા ઉજવાઈ હતી આ પાવન દિવસે અનેક ભક્તોએ બાપ્પાને ભોગ ચડાવીને તેમના દર્શનનો લહાવો પણ લીધો હતો બાપ્પાને આ પરંપરા પ્રમાણે 551 પ્રકારની મીઠાઈનો ભોગ ધરાવાયો હતો સાથે જ આખા મંદિરને 1 લાખ કરતાં પણ વધુ દીવડાઓ પ્રગટાવીને રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું બાપ્પાને આવો મીઠાઈનો ભોગ અર્પણ કરવાની પરંપરા પણ છેલ્લા 21 વર્ષથી અપરંપાર રીતે ચાલી આવે છે