અમદાવાદ આશ્રમ વિવાદ મામલે આખરે નિત્યાનંદે મૌન તોડ્યું છે નિત્યાનંદે વીડિયો શેર કરીને કહ્યું કે, ગુજરાતના તેના અનુયાયીઓ શ્રેષ્ઠ છે, તેને ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે પણ મીડિયા નિશાન ન બનાવે તે માટે તે કોઈ ભક્તોના નામ આપશે નહીં તેમણે કહ્યું કે, મીડિયાના આ વ્યૂહ સામે તે ઝૂકશે નહીંઆ તરફ SITની ટીમેનિત્યાનંદ આશ્રમમાં તપાસ શરૂ કરી છે આ ટીમમાં 2 DySP, 2 PI અને 2 PSIનો સમાવેશ થાય છે આ ટીમે શંકાસ્પદ ગતિવિધિઓને લઈ આશ્રમમાં તપાસ શરૂ કરી છે આ ઉપરાંત નિત્યાનંદિતાની જ્યાં શંકાસ્પદ અવર-જવર રહેતી હતી તે પુષ્પક સિટીમાંથી પણ નિત્યાનંદિતાની વસ્તુઓ જપ્ત કરી છે