ઊનાના ઉમેજના ગામલોકોએ 62 કલાકમાં જાતે જ પૂલ બનાવી દીધો

DivyaBhaskar 2019-11-23

Views 1.6K

ઊના: ઊના તાલુકાનું ઉમેજ ગામ રાવલ નદીના બન્ને કાંઠે વસેલુ છે તેમાં સામા કાંઠે 400 થી વધુ પરિવારો વસે છે તેઓના 70 થી વધુ બાળકો નદીની આ તરફ ભણવા આવે છે આથી ચોમાસામાં તેઓ માટે અવર જવર મુશ્કેલ બને છે આ સમસ્યા આજની નહીં, છેક આઝાદી કાળથી છે આ અંગે વારંવાર સરકાર અને આગેવાનોને રજૂઆત કરવા છતાં તંત્રએ આટલા દાયકાઓમાં એકપણ વખત કોઝવે નથી બનાવ્યો આથી દરવર્ષે ખેડૂતો દ્વારા ફાળો કરી જાતમહેનતથી કાચો બેઠો પૂલ બનાવી પોતાની સમસ્યાનું નિવારણ લાવે છે હવે તો તેઓને જાણે કે કામ કરવાની આદત પડી ગઇ હોય એવી સ્થિતી છે તેઓને ખબરજ છે કે, આ કામ સરકાર નથી કરવાની જાતેજ કરવાનું છે આથી તંત્રના બહેરા કાને રજૂઆતો કરવાને બદલે દર વર્ષે ચોમાસું પૂરું થાય એટલે જાતે ફાળો એકઠો કરે અને ગણત્રીના કલાકોમાં કાચો પૂલ રિપેર કરી નાંખે આ વર્ષે તો રાવલ નદીમાં પૂર આવવાને કારણે તેઓએ બનાવેલો બેઠો કાચો પૂલ ધોવાઇ ગયો હતો આથી 50 લોકોએ પોતાની 62 કલાક મહેનત કરી 80 હજારના ખર્ચે અવરજવર માટે ફરીથી બેઠો પૂલ તૈયાર કરી જ લીધો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS