નવી દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકરે એક કાર્યક્રમમાં કહ્યું છે કે, પાકિસ્તાને આતંકવાદને ઉદ્યોગ બનાવી દીધો છે તેઓ ભારત પર પ્રેશર લાવવા માટે તેમની જમીન પર સતત આતંકીઓને સમર્થન આપી રહ્યા છે તેનો જવાબ આપવો હવે જરૂરી થઈ ગયો છે તેમણે કહ્યું કે, 1972માં થયેલી શિમલા સમજૂતીથી માત્ર પાકિસ્તાનમાં વિદ્રોહ અને જમ્મુ-કાશ્મીરમાં સમસ્યાઓ વધી રહી છે જયશંકરે દિલ્હીમાં રામનાથ ગોયનકા મેમોરિયલમાં સંબોધન કર્યું હતું