માંડવીઃ માંડવી બંદરે 43 વર્ષ પહેલા કાષ્ઠના બનેલા ચંદ્રવશા જહાજે ત્રણ હિન્દી ફિલ્મના રૂપેરી પડદે ચમકી કચ્છને ગૌરવ અપાવ્યો હતા તેવામાં ફરી ગૌરવશાળી એક સમૃદ્ર જહાજનો બનાવ સામે આવ્યો છે માંડવીમાં હાલ ચંદ્રવશા જહાજના નિર્માણ કર્તા કાષ્ઠકળાના કુશળ કારીગર રાજ્યની સૌથી લાંબી 206 ફૂટની ફિશીંગ ટોલર બોટને આકાર આપી રહ્યા છે જેની કામગીરી પૂર્ણતાના આરે હોવાથી આ બોટ ટૂંક સમયમાં માંડવીથી ગલ્ફ દેશમાં એકસપોર્ટ થશે આ ઘટનાથી કચ્છી જહાજી ઉદ્યોગનો સિતારો ફરી આશમાને ચમકશે તેવી આશા જાગી છે