અમદાવાદ:શહેરના ચાંદખેડા વિસ્તારમાં ટેસ્ટ ડ્રાઈવના બહાને યુવક રૂ 141 લાખનું બાઈક લઈ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આરોપી જે બાઈક લઈને શો રૂમ પર આવ્યો હતો તે બાઇકની તપાસ કરતા બાઈક જુહાપુરામાંથી ચોરી થયું હોવાનું બહાર આવ્યું છે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે