હોસ્પિટલથી ઘરે આવતાં વેટરનરી ડોકટરની દુષ્કર્મ બાદ હત્યા

DivyaBhaskar 2019-11-29

Views 20.8K

સ્કુટીનું ટાયર પંચર થયા બાદ એક ટોલ પ્લાઝાની પાસે રાહજોઈ રહેલી 26 વર્ષીય વેટનરી ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી સાઈબરાબાદ પોલીસે આ મામલામાં શુક્રવારે ચાર આરોપીઓની ધરપકડ કરી છે તેમાં ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો સમાવેશ થાય છે તેમણે દારૂ પીધા બાદ ડોક્ટરને સાત કલાક સુધી બાંધી રાખી અને સામુહિક દુષ્કર્મ કર્યું બાદમાં શબને 30 કિમી દૂર લઈ જઈને સળગાવી દીધું હતું

તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લાના એક પુલની નીચે ગુરુવારે એક યુવતીનું સળગેલું શબ મળ્યું બુધવાર સાંજથી ગુમ યુવતીની ઓળખ 26 વર્ષીય વેટરનરી ડોક્ટર તરીકે થઈ છે પોલીસની પ્રાથમિક તપાસમાં દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાની વાત પ્રકાશમાં આવી છે
ઘટનાના સમયે યુવતી શમ્શાબાદ સ્થિત હોસ્પિટલથી શાદનગરમાં પોતાના ઘરે જઈ રહી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS