અમદાવાદ:શહેરના આંબલી બોપલ રોડ પર છાપરામાં રહેતી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મની ઘટના સામે આવી છે અજાણ્યા શખ્સએ બાળકીને લાલચ આપી તેનું અપહરણ કરી લઈ ગયો હતો ત્યાર બાદ વહેલી સવારે તેના ઘર નજીક છોડી ફરાર થઇ ગયો હતો સરખેજ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે તેમજ હાલ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે