જમશેદપુર/રાંચી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઝારખંડના ખૂંટીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી તેમણે કહ્યું- પહેલા ચરણના મતદાનથી ત્રણ વાતો સ્પષ્ટ થઇ છેલોકંતંત્રને મજબૂત કરવા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન પ્રત્યે ઝારખંડના લોકોની આસ્થા અભૂતપુર્વ છે ભાજપ સરકારે નક્સલવાદની કમર તોડી નાખી છે તેને ખૂબ નાનાવિસ્તાર સુધી સમેટી દેવાયો છે તેનાથી ડરનો માહોલ ઓછો થયો છે વિકાસનો માહોલ બન્યો છે વડાપ્રધાને ત્યાં પણ તેમના ગુજરાતના સીએમકાળને યાદ કર્યો હતો તેમણે કહ્યું હતું કે હું સતત 13 વર્ષ સુધી ગુજરાતમાં મુખ્યમંત્રી રહ્યો હતો જેના કારણે આજે ગુજરાત ક્યાંયથી ક્યાંય પહોંચી ગયું છે જ્યારે ઝારખંડમાં તો મોસમ ના બદલાય એના કરતાં વધુ તો સીએમ બદલાતા રહેતા હતા