અમેરિકાના લુઇસિયાનાનો સ્ટીવન વેબર ઊંડા પાણીમાં પોતાની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરી રહ્યો હતો ત્યારે પાણીમાં ડૂબતા તેનું મૃત્યુ થયું આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે વેબર પોતાની પ્રેમિકા એન્ટોઇને સાથે વેકેશન માટે તાન્ઝાનિયાના પેમ્બા આઇલેન્ડ પર ગયો હતો એન્ટોઇને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી આપી
આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વેબર ઊંડા પાણીમાં દેખાઈ રહ્યો છે તેના હાથમાં એક ઝીપલોક બેગ છે જેમાં તેણે પોતાના હાથે લખેલો લેટર હતો તે એન્ટોઇનેને પ્રપોઝ કરી રહ્યો હતો ત્યારબાદ તેણે પાણીમાં જ રિંગ કાઢી પરંતુ પાણીમાં જ તેનો શ્વાસ રૂંધાવા લાગ્યો અને તેનું મૃત્યુ થયું આ વીડિયો તેની ગાર્ડફ્રેન્ડે જ શૂટ કર્યો હતો
એન્ટોઇનેએ કહ્યું કે, ‘અમારા શરૂઆતના દિવસોમાં પણ અમને સરસ રીતે ગળે મળવાના અને મજા કરવાના સરખા ચાન્સ ન મળ્યા અમારા જીવનનો સૌથી સારો દિવસ જ સૌથી ખરાબ દિવસમાં બદલી ગયો હું ખુદને સાંત્વના આપવાની કોશિશ કરીશ પાછલા દિવસોમાં અમે જ્યારે પણ સાથે હતાં ત્યારે ખુશ હતાં’