જામીન પર છૂટેલા ગેંગરેપના આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી

DivyaBhaskar 2019-12-05

Views 5.6K

યુપીના ઉન્નાવમાં ફરી માનવતાને શરમાવે તેવી ઘટના બની છે અહીં ગેંગરેપ પછી પીડિતાને પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે 5 આરોપીઓએ ગામની બહાર ખેતરમાં પીડિતાને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસે આ કેસમાં 5માંથી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે જ્યારે એક આરોપીની શોધ ચાલુ છે યુવતી 90 ટકા સળગી ગઈ છે અને તેની સ્થિતિ ખૂબ ગંભીર જણાવવામાં આવી છે

પીડિતાની સ્થિતિ ગંભીર હોવાથી તેને લખનઉના ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરી દેવામાં આવી છે રેપ પીડિતા સાથે આ વર્ષે માર્ચ મહિનામાં દૂષ્કર્મ કરવામાં આવ્યું હતું યુવતીને સળગાવવામાં દુષ્કર્મના બે આરોપીઓ પણ સામેલ છે પોલીસને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવતીને ગંભીર સ્થિતિમાં જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી ત્યાંથી પીડિતાને લખનઉ ટ્રોમા સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS