વિવાદાસ્પદ અને હાસ્યાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ક્રિકેટર અબ્દુલ રઝાકે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બેબી બોલર કહ્યો છે પાકિસ્તાનની સ્થાનિક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રિપોર્ટરે અબ્દુલ રઝાકને પૂછ્યું કે છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હોય અને સામે બુમરાહ હોય તો તારો ગેમ પ્લાન શું હશે? આના જવાબમાં રઝાકે કહ્યું હતું કે જે રીતે હું વર્લ્ડ ક્લાસ ખેલાડી સામે રમ્યો છું, તેની સરખામણીમાં બુમરાહ જેવો ખેલાડી મારી સામે આવે તો મને કોઈ તકલીફ નહીં પડે પ્રેશર તેના પર હશે હું મકગ્રાથ, વસિમ અક્રમ અને શોએબ અખ્તર જેવા બોલરો સામે રમીને આવી રહ્યો છું તો તેની સરખાણીમાં બુમરાહ તો મારા માટે બેબી બોલર છે