પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં એક રેલીને સંબોધિત કરી હતીઆ રેલી દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા પર પીએમ મોદીને ધન્યવાદ આપવા માટે યોજવામાંઆ આવી હતી અહીં તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે દિલ્હીની એક મોટી આબાદીએ તેમના ઘર અંગેના ડર, ચિંતા કે અનિશ્વિતતા, છળકપટ અને ખોટા ચૂંટણી વાયદાઓથીમાંથી પસાર થવું પડ્યું છે નાગરિકતા કાયદા અંગે તેમણે કહ્યું કે જો મોદીથી નફરત હોય તો મોદીના પૂતળાને જૂતા મારો, પૂતળાને સળગાવો પરંતુ ગરીબની ઓટો રીક્ષા કે ગરીબની ઝૂંપડી ના સળગાવો