વડોદરાઃહાલોલ રોડ ઉપર બાસ્કા ગામ પાસે મોટરસાઇકલ સવાર યુવાનોને ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની જોરદાર ટક્કર વાગતા બાઇકમાં આગ ફાટી નીકળી હતી અને બાઇક સવાર યુવાનો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા અચાનક બાઇકમાં લાગેલી આગ ચાલકના બંને પગમાં ફેલાઈ ગઈ હતી આ ઘટના બનતા પસાર થતાં વાહનચાલકો બચાવ કામગીરીમાં લાગી ગયા હતા આ ઘટનામાં બંને યુવાનોને ગંભીર ઇજા થતાં પહોંચી હતી હાલ આ બંને યુવાનોને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા