દારૂના નશામાં છેડતી કરી, ભડકેલી યુવતીઓએ જાહેરમાં ફટકાર્યો

DivyaBhaskar 2019-12-10

Views 208

મધ્ય પ્રદેશના રતલામમાં આવેલા સૈલાના બસ સ્ટેન્ડ પાસે સોમવારે રાત્રે દારૂ પીધેલી હાલતમાં યુવકે બે યુવતીઓની છેડતી કરી હતી છેડતીથી રોષે ભરાયેલી યુવતીઓએ આ યુવકને ચંપલથી તો માર્યા બાદ પણ ધરપત ના થતાં તેને લાફાઓ મારીને પાઠ ભણાવ્યો હતો આ ઘટના જોઈને ત્યાં ટોળું પણ ભેગું થઈ ગયું હતું જેમાંથી કેટલાક લોકોએ પણ યુવકને માર્યો હતો જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જો કે, આખા મામલામાં કોઈ જ પોલીસ ફરિયાદ થઈ નહોતી
મળતી વિગતો પ્રમાણે કોઈ ફંક્શનમાં ડેકોરેશનની લાઈટો ઉપાડીને આ યુવતીઓ જ્યારે ચાલી રહી હતી ત્યારે યુવકે તેની મશ્કરી કરી હતી યુવતીઓ તેને અવગણીને આગળ વધતી રહી હતી જ્યાં યુવકે પાછળથી તેને ધક્કો માર્યો હતો યુવકના આ કારનામા બાદ બંને યુવતીઓએ તેને પાઠ ભણાવવા માર માર્યો હતો માફી માગી રહેલા યુવકને માર્યા બાદ ફરી બંને યુવતીઓ લાઈટ લઈને આગળ નીકળી ગઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS