શિક્ષિકાની સાથી શિક્ષકે છેડતી કરી હતી, રણચંડી બનીને જાહેરમાં મારીને પગ પકડાવ્યા

DivyaBhaskar 2019-08-18

Views 14

મધ્ય પ્રદેશના માનપુર પાસે આવેલા ખુરદી ગામની સરકારી શાળાનો વીડિયો સામે આવતાં જ શિક્ષક સામે સ્થાનિકોમાં રોષની લાગણી પ્રવર્તવા લાગી હતી આ શિક્ષક તેની સાથી શિક્ષિકાની છેડતી કરતો હોવાથી તંગ આવીને જાહેરમાં જ તેની ધોલાઈ કરવા માટે તેઓ લાચાર બન્યાં હતાં 15મી ઓગસ્ટની આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો હતો જેમાં જોઈ શકાય છે રણચંડી બનીને શિક્ષિકાએ આ સાહેબને બરાબરનો પાઠ ભણાવ્યો હતો ધ્વજવંદન પ્રોગ્રામ પૂર્ણ થતાંની સાથે જ મહિલાએ આ મહાશયને પકડીને તમાચાઓ મારી દીધા હતા તેને બરાબરનો મારીને બાદમાં તેના પગ પણ પકડાવીને માફી મંગાવી હતી
મહિલાનો આરોપ હતો કે બે બાળકોનો પિતા એવો આ સાથી શિક્ષક તેમને રોજ ફોન કરીને હેરાન કરતો હતો તેમજ શાળામાં પણ તે મોકો મળે ત્યારે છેડતી કરવાનું ચૂકતો નહોતો રોજ રોજની તેની આવી હરકતોથી તંગ આવીને તેને આ રીતે જાહેરમાં જ આડેહાથ લીધો હતો આટલું ઓછું હોય તેમ મહિલાએ પણ તેને આજે 15મી ઓગસ્ટે રક્ષાબંધનનો દિવસ પણ હોવાનું યાદ કરાવી બહેન કહેવડાવી હતી આરોપીએ પણ શિક્ષિકાનુંરણચંડી જેવું આ રૂપ જોઈને પગે પડીને માફી માગવામાં જ પોતાની ભલાઈ સમજી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS