દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘છપાક’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે આ ટ્રેલર લોન્ચિંગમાં દીપિકા પાદુકોણ રડી પડી હતી આ સમયે દીપિકાને ફિલ્મ ડિરેક્ટર મેઘનાગુલઝારે સાંત્વના આપી હતી દીપિકાએ કહ્યું હતું કે તેના માટે આ સૌથી પડકારજનક ફિલ્મ હતી આ ફિલ્મ તેના રોલ માટે નહીં પરંતુ પ્રોસ્થેટિક મેકઅપ માટે પડકારજનક હતીતેણે સળંગ 42 દિવસ સુધી આ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું શૂટિંગ પૂરું થયા બાદ દીપિકાએ પોતાનો પ્રોસ્થેટિક મેકઅપ સળગાવી દીધો હતો આ ફિલ્મમાં એસિડ એટેક સર્વાઈવર કેવી રીતે આ દર્દનાક ઘટના બાદ પોતાની જીવન સફર શરૂ કરે છે, તેની વાત કરવામાં આવી છે ફિલ્મમાં દીપિકાએ માલતીની ભૂમિકા ભજવી છે આ ફિલ્મ દિલ્હી સ્થિત એસિડ એટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે ફિલ્મમાં વિક્રમ મેસી રિપોર્ટરના રોલમાં છે