પુણેના બંડ ગાર્ડન પાસે આવેલા પુલ પરથી બેફામ ગતિએ રથ સાથે ભાગેલા ઘોડાઓને કાબૂમાં કરવા જતાં દિલધડક દૃશ્ય સર્જાયું હતું જોતજોતામાં જ આ વીડિયો વાઈરલ થવાલાગ્યો હતો આ વીડિયોમાં જોઈ શકાય છે કે તીવ્ર ગતિએ ભાગતા આ ઘોડાઓેને કાબૂમાં કરવા માટે તેનો માલિક બાઈક સવારની મદદથી તેને ચેઝ કરે છે રથની લગોલગબાઈક ચલાવીને તેણે ઘોડાને પકડીને કાબૂમાં કરવાની મથામણ હાથ ધરી હતી જો કે, તે કાબૂમાં કરવામાં કે તેના પર સવાર થવામાં સફળ થાય તે પહેલાં જ તે નીચે પટકાય છેઆટલું થયા પછી પણ ના અટકેલા ઘોડાઓના કારણે તરત જ આખો રથ તેના પરથી પસાર થઈ ગયો હતો ભલભલાનું કાળજું કંપાવી દે તેવો આખો ઘટનાક્રમ પણ કેમેરામાં કેદથઈ ગયો હતો સદનસીબે રથમાલિક પરથી રથ પસાર થઈ ગયો હોવા છતાં પણ તેને કોઈ ગંભીર ઈજાઓ નહોતી થઈ મળતી વિગતો પ્રમાણે ભીડના કારણે ભડકીને ભાગેલાઘોડાઓના કારણે રથ કાબૂ ના થઈ શકતાં ડરી ગયેલા માલિકે તેમાંથી કૂદકો મારીને જીવ બચાવ્યો હતો બાદમાં તરત જ બાઈકસવારની મદદ લઈને તેને કાબૂમાં કરવા જતાં ફરીતેનો જીવ બચી ગયો હતો અકસ્માત સર્જાયા બાદ 500 મીટર આગળ જ આ રથને રોકી લેવામાં સફળતા મળી હતી આ વીડિયો જોયા બાદ અનેક યૂઝર્સે પણ તેમના મિશ્ર પ્રતિભાવઆપ્યા હતા