ભરૂચઃ વાલિયા ખાતે વાલિયા તાલુકા ભાજપ મહામંત્રી પ્રતીક ગોહિલના ઘેર પ્રતીક ગોહિલ અને વાલિયા તાલુકા ભાજપ પ્રમુખ સેવંતુ વસાવા હિંચકા પર બેઠા હતા ત્યારે ગામના પ્રશ્નો બાબતે રજુઆત કરવા ગયેલ મહિલાઓ સાથે ભાજપ પ્રમુખે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથે 40થી 50 મહિલાઓનું ટોળાએ લાકડી અને પાણીના જગ વડે માર માર્યો હતો આ સમગ્ર મામલો વાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે બીટીપી સમર્થીત પંચાયતમાં ભાજપના આગેવાન વિકાસના કામમાં રોડા નાખતા હોવાના આરોપ થઈ રહ્યા છે જો કે રાજકીય અદાવતમાં આ હુમલો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે