હાલોલઃ હાલોલના જાણીતા વકીલ અને પાવાગઢ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પર પાવાગઢ પોલીસ મથકની બાજુ માં આવેલ હેરકટિંગની દુકાનમાં એક ઇસમે પાળિયાનો ઘા મારી જીવલેણ હુમલો કર્યો છે હાલ ઈજાગ્રસ્ત વકીલને સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોટી સંખ્યામાં વકીલો દોડી આવ્યા હતા હાલ આરોપી ફરાર છે