સુરતઃવરાછા અને મોટા વરાછામાં આવેલી ગજેરા સ્કૂલ અને આશાદીપ સ્કૂલમાં ફી વધારાનો મુદ્દો શાંત થાય ન થાય ત્યાં અઠવાલાઈન્સ ખાતે આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ફીના મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો સેવન્થ ડે સ્કૂલ દ્વારા 40 ટકા જેટલો ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો હોવાનું જણાવતાં વાલીઓએ આક્ષેપ સાથે ઉમેર્યું હતું કે, સ્કૂલમાં ખાસ કોઈ સુવિધાઓ નથી તેમ છતાં આટલો મોટો ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે વાલીઓના વિરોધ અને નારેબાજીને લઈને એસીપી સહિતના પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસ કાફલો ગોઠવ્યો હતો