ગાંધીનગર: ગત બુધવારે ઉદેપુરની હોટેલમાં આપઘાત કરનાર મોડાસાના દંપતિમાંથી મહિલાના બે સગા ભાઈનું ગાંધીનગર નજીક દહેગામ-નરોડા રોડ પર માર્ગ અકસ્માતમાં મૃત્યું નિપજ્યું છે બન્ને ભાઇઓ તેમના ભાણેજોને તેમના માતા પિતાના મોતના સમાચાર આપવા માટે મોડાસા જઇ રહ્યા હતા, ત્યારે તેમની કારને સામેથી આવતા ડમ્પરે ટક્કર મારતા બન્નેના મોત નિપજ્યા છે