પાલનપુરઃ ભાભર તાલુકાનો સનેસડાનો યુવક રવિવાર રાત્રે લાખણી તાલુકાના અસાસણ ગામમાં પરિણીત પ્રેમિકાને મળવા ગયો હતો જોકે કોઈક રીતે આ વાત પરિણીતાના સગાંઓ તેમજ ગામ લોકોને થતા યુવકનું અર્ધમુંડન કરી તેનો વીડિયો ઉતાર્યો હતો અને આવું ફરી વાર ન કરવા સબક શીખવાડવા તેનો વીડિયો પણ ગામના કેટલાક વ્હોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી દીધા હતા લાખણી તાલુકાના ગામોમાં અગાઉ પણ પ્રેમિકાને મળવા જતા પ્રેમી યુવકોને ઝાડ સાથે બાંધીને માર મારવા અને અર્ધ મુંડન કરી બેઇજ્જત કરવાની ઘટના ઘટી હતી