દીવ: સંઘ પ્રદેશ દીવમાં આજે 59માં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે દીવના સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે સવારે શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કલેક્ટર સલોની રાય દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા દીવ પ્રશાસન દ્વારા કે દીવ મુક્તિ દિવસને સ્પેશિયલ બનાવવા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે દીવ જિલ્લાની સરકારી કચેરીઓ, દરેક હોટલો, રસ્તાઓ, હોસ્પિટલ, દીવ-ઘોઘલા બ્રિજ વગેરેને રોશનીથી સજાવવામાં આવ્યા છે જેમાં દીવ વિદ્યુત વિભાગના કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું છે