નવી દિલ્હી:નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર ગુરુવારે બીજી વાર શપથ લેશે આ પહેલાં નરેન્દ્ર મોદી સવારે સાત વાગે મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા સમાધિ સ્થળ પર પહોંચ્યા હતા ત્યારપછી તેઓ શહીદોને શ્રદ્ધા સુમન અર્પિત કરવા વોર મેમોરિયલ પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી આજે સાંજે સાત વાગે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં વડાપ્રધાન પદના શપથ લેશે તેમાં નેપાળ, ભૂટાન, મોરેશિયસના વડાપ્રધાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, મ્યાનમારના રાષ્ટ્રપતિ, થાઈલેન્ડ, કિર્ગિસ્તાનના પ્રમુખ સામેલ થશે નોંધનીય છે કે, ગઈ વખતે સાર્ક દેશોના પ્રમુખો સામેલ થયા હતા તેમાં પાકિસ્તાન પણ સામેલ હતું આ વખતે પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી