ગુજરાતના પ્રવાસન વિભાગની જાહેરાતમાં વારંવાર સાંભળ્યું હતું કે ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’અમિતાભ બચ્ચનના મુખે સાંભળ્યા પછી તો કોઈપણને કચ્છ જવાનું મન થાય તેમા બે મત નથીદેશભરમાંથી આવતા પ્રવાસીઓ કચ્છમાં ચાલી રહેલા રણોત્સવની મજા માણી રહ્યાં છેઆ પ્રવાસીઓને મજા ત્યારે બેવડાય છે જયારે સફેદ રણમાં ઊંટ સવારી કરે,ગરબા રમે અને છેલ્લે સનસેટનો રોમાંચક અનુભવ કરે