ભિલોડા:આજે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થયું હતું હિંદુ ધર્મમાં માન્યતા મુજબ તમામ મંદિરો બંધ રખાય છે જો કે, વિશ્વમાં એકમાત્ર શામળાજીનું મંદિર જ એકમાત્ર મંદિર છે જ્યાં સૂર્યગ્રહણ સમયે પણ મંદિર ખુલ્લું રહે છે અહીં સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું અને ‘જય શામળીયા’ના નાદ સાથે ભક્તોએ શામળાજીના દર્શન કર્યા હતા
4 વાગ્યે મંદિર ખુલ્યું
આજે ગુરૂવારે ગ્રહણનો વેધ ચાલુ થાય એ પહેલા પરોઢે 4 વાગ્યે મંદિર ખુલ્યું હતું પોણા પાંચ વાગ્યે ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાન કાળીયા ઠોકરના દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતા સૂર્યગ્રહણના સમયે સવારે 08-08 કલાકથી 10-38 કલાક સુધી મંદિર ચાલુ રાખીને મંદિરમાં ખાસ પૂજાવિધિ કરાઈ હતી આ સમયે પણ ભક્તોના દર્શનાર્થે મંદિર ખુલ્લુ રખાયું હતું સૂર્યગ્રહણ સમયે ખુલ્લું રહેતું વિશ્વનું એકમાત્ર મંદિર શામળાજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી
વિશેષ ભક્તિનું મહાત્મય
45 વર્ષ બાદ આજે 26મી ડિસેમ્બરે કંકણાકૃતિ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું માગસરી અમાસે સૂર્યગ્રહણના અનોખો સંયોગ જોવા મળ્યો હતો આ સંયોગમાં દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા શામળાજીમાં ભગવાન શામળીયાની સૂર્યગ્રહણના દિવસે વિશેષ ભક્તિ કરવામાં આવી હતી