અમદાવાદમાં મહિલાના મોત મામલે પાંચ શખ્સો દ્વારા ડૉક્ટરનું અપહરણ, તબીબ પાસે કબૂલાત કરાવતા વીડિયો બનાવડાવ્યા

DivyaBhaskar 2019-12-26

Views 5.7K

અમદાવાદઃશહેરના ધરણીધરમાં આવેલી નવકાર હોસ્પિટલના ડૉક્ટર કલ્પેશ નકુમનું પાંચ શખ્સોએ કારમાં અપહરણ કર્યું હોવાની ઘટના બની હતી એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજતાં તબીબની બેદરકારીથી જ મોત થયું હોવાના આક્ષેપ સાથે ડૉક્ટરનું કારમાં અપહરણ કરી વટવા તરફ લઈ ગયા હતા ત્યાર બાદ કારમાં બેસાડી અપહરણકારોએ તબીબ પાસે પોતાની જ બેદરકારીથી મહિલા દર્દીનું મોત થયું હોવાની કબૂલાત કરાવતા ત્રણ વીડિયો બનાવ્યા હતા ત્યાર બાદ તબીબને છોડી અપહરણકારો નાસી છૂટ્યા હતા આ મામલે એલિસબ્રિજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 7 આરોપીની શોધખોળ હાથધરી છે

શું છે મામલો

ધરણીધર વિસ્તારમાં આવેલી નવકાર હોસ્પિટલમાં ગઈકાલે શાહપુરમાં રહેતા રૂખસાના બાનુ પઠાણ નામની મહિલા સારવાર માટે આવી હતી જ્યાં તેમને વધારે બ્લિડીંગ થતા વધુ સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું નવકાર હોસ્પિટલના ડૉક્ટર કલ્પેશ નકુમની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપને લઈ પાંચ શખ્સોએ કારમાં ડૉક્ટર કલ્પેશ નકુમનું અપહરણ કર્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS