સુરતઃ સચીન વિસ્તારમાંથી ગુમ થયેલી કિશોરી અમદાવાદમાંથી મળી આવી છે અમદાવાદના સૈજપુર-બોધા વિસ્તારમાં રહેતા હરીશ સોલંકીએ છ મહિના પહેલા કિશોરીને ખરીદી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે બાતમીના આધારે સુરત પોલીસે હરીશના ઘરે જઇ કિશોરીને છોડાવી હતી અને હરીશને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે માનવ તસ્કરીની શક્યતાના પગલે કિશોરીનું અપહરણ કરી વેચનાર મહિલા અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે